
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ વિનાયક વિધાલય ખાતે હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળા પરિસરમાં રંગોની છોળો સાથે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું.

જયારે કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય નરેશભાઈ વણકર દ્વારા હોળી મહોત્સવનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ તહેવાર પ્રેમ, એકતા અને મિત્રતાનો સંદેશ આપે છે.વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા પરિવારના સભ્યોએ એકબીજાને રંગ લગાવીને આનંદ વ્યક્ત કર્યો.

જયારે શાળાના વિદ્યાર્થીઓમાં અનેરો ખૂશીનો માહોલ જોવા હતો.આ ઉજવણી દ્વારા નફરત ભૂલીને સાથે મળીને ખુશી માણવાનો સંદેશ મળ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌએ દર વર્ષે આવો એકતા અને આનંદમય માહોલ જાળવી રાખવાનો સંકલ્પ લીધો. શાળા પરિવારે હોળીના આ પાવન પર્વને સામૂહિક રીતે માણ્યો હતો.આમ આનંદ ઉલ્લાસ સાથે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી.
મહીસાગર થી ભીખાભાઈ ખાંટ.