Daman | વાપીની મહિલા નાની દમણમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા ઝડપાઈ

સંઘપ્રદેશ દમણમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતા ગેરકાયદે ધંધાઓ સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં નાની દમણમાં એક હોટલમાં ચાલતા કુટણખાનાને દમણ પોલીસે રેડ કરીને ફડકાવી દીધું છે. આ ઓપરેશનમાં એક વાપીની મહિલાની સંડોવણી સામે આવી છે.

દમણ પોલીસે મંગળવારે વિશ્વસનીય સૂત્રોમાંથી માહિતી મેળવી કે, નાની દમણની હોટલ સલમાનના પહેલા માળે આવેલી ખુશી સ્પાની આડમાં ગેરકાયદે ધંધો ચાલી રહ્યો છે. પોલીસને મળેલી બાતમી પ્રમાણે એક ટીમ તૈયાર કરી, સત્યાપન માટે ડમી ગ્રાહક મોકલાયો, અને થોડી જ ક્ષણોમાં સ્પાની હકીકત બહાર આવી.

પોલીસે રેડ દરમિયાન 5 મહિલાઓને મુક્ત કરી, જેમને ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે મજબૂર કરવામાં આવી રહી હતી. આ મામલે રિસેપ્શન પર બેઠેલી ઉષા સિંગ, જે વાપીની રહેવાસી છે, તેની સંડોવણી મળી આવતા તેનાં પાસેથી રોકડ અને બે મોબાઈલ ફોન કબજે કરી, તેની સામે ગેરકાયદે ધંધા ચલાવવાના આરોપસર ગુનો નોંધાયો છે.

દમણ પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે, પરંતુ દેવકાના અનેક હોટલ અને રિસોર્ટમાં પણ આવા ગેરકાયદે ધંધાઓ ચાલી રહ્યા હોવાની ચર્ચા છે. જો પોલીસ વધુ તપાસ કરે તો, આ પ્રકારના ગેરકાયદે પ્રવૃત્તિઓ પર વધુ પ્રમાણમાં લગામ લાગી શકે.

હવે જોવાનું એ રહ્યું કે આ મામલામાં વધુ લોકોની સંડોવણી બહાર આવે છે કે કેમ અને દમણ પોલીસ આગામી સમયમાં આવા ગેરકાયદે ધંધાઓ પર કેવી રીતે કડક કાર્યવાહી કરશે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *