
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં હોળી ધુળેટીના પર્વને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરા નગર અને ગ્રામીણ વિસ્તારમાં આજે હોળી ના પર્વની અને આવતી કાલે ધુળેટીના પર્વની ઉજવણી કરવામા આવશે. હોળી ધુળેટીના પર્વની ગ્રામીણ વિસ્તારમાં ભારે ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. બહારગામ કામ કરતા ગ્રામીણો પણ હોળી પર્વની ઉજવણી પોતાના વતનમાં કરે છે. શહેરાબજારમા પણ આજે હોળી ધુળેટીના પર્વને લઈને બજારોમાં ભીડ જોવા મળી હતી.

પંચમહાલ જીલ્લામાં હોળી ધુળેટીના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવશે. શહેરા નગર અને ગ્રામીણ વિસ્તારમાં પણ હોળી ધુળેટીના પર્વને લઈને લોકોમાં થનગનાટ જોવા મળ્યો હતો. શહેરાનગરમા આવેલા એસટી બસ સ્ટેસન નાડા રોડ, મેઈન બજાર વિસ્તારમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી. લોકોએ ધાણી ખજુર, હારડાની ખરીદી કરી હતી. બાળકોએ પિચકારી, રંગો ની ખરીદી કરી હતી. બજારોમા પણ વિવિધ પ્રકારની પિચકારીઓની વેચાઈ હતી.