વાપી GIDC માં આવેલ Heranba Industries માં કામદાર ને Bromine ગેસ લાગતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયો

વાપી GIDC માં આવેલ Heranba Industries માં કામ કરતા રામનંદન ઠાકુર નામના કામદારને ગેસ લાગતા ESIC માં ખસેડાયો હતો. જ્યાંથી તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.



ઘટના અંગે મળતી વિગત મુજબ GIDCના 3rd Phase વિસ્તારમાં કાર્યરત યુનિટ 1 માં ગુરુવારે બપોર બાદ આ ઘટના ઘટી હતી. ઘટના સમયે કંપનીના અન્ય કર્મચારીઓ કામ કરી રહ્યા હતાં. જેમાં અન્ય બે-3 કર્મચારીઓએ સામાન્ય ગેસ લાગ્યો હતો. જ્યારે એક ને વધુ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા સલામતી માટે સંકલ્પ લેવામાં આવ્યાં હતાં. પરંતુ લાગે છે કે આવી કંપનીઓ માત્ર સુરક્ષા પ્રત્યે ઉજવણીઓ જ કરે છે. જ્યારે હકીકતે કંપનીમાં કામદારો માટે  સુરક્ષા મામલે સદંતર બેદરકારી દાખવવામાં વધુ નિપુણતા હાંસલ કરી રહી છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *