દમણમાં ધુળેટીના દિવસે મોડી સાંજે નાની દમણ ના ખારીવાડ વિસ્તારમાં નબીરાઓ એ સર્જ્યો અક્સ્માત.

દમણમાં 14 માર્ચ ના ધુળેટીના દિવસે મોડી સાંજે નાની દમણ ના ખારીવાડ વિસ્તારના મુખ્ય રસ્તા પર વડચોકી થી દમણ જુના બસ સ્ટેન્ડ તરફ વલસાડનો એક 24 થી 25 વર્ષનો નબીરો પોતાની લાલ કલરની બ્રેઝા કાર નં. GJ-15-CG-3680 લઈને પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. ત્યારે હોટલ તવક્કલ પહેલા કાર ચાલકે જાણે કીડી મંડોડાને કચડી કાઢ્યા હોય એમ રસ્તામાં પાર્ક 3 થી 4 જેટલા વાહનોની સાથે રસ્તા પરથી ચાલતા જઈ રહેલા એક મુસ્લિમ વયોવૃદ્ધ ને અડફેટે લઈ કાર સીધી એક બંધ દુકાન ના શટર માં ઠોકી નજીક રસ્તા પર ઉભી રાખી હતી.

આ તરફ ગંભીર અકસ્માત સર્જાતા રસ્તા પર લોકો ટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું. જો કે, આ ઘટનામાં જગ્યા સ્થળ પર જ રાહદારી વયોવૃદ્ધ ફારુખ શેખ ( ઉં. 62, રહે. ખારીવાડ, દમણ ) નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું. બનાવને પગલે રાહદારીઓએ આ મામલે તાત્કાલિક દમણ પોલીસ ને કરતા નાની દમણ પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી અકસ્મતાથી મોતને ભેટેલા વયોવૃદ્ધ ની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી હતી. સાથે બેફામ રીતે અને બેજવાબદારી પૂર્વક કાર હાંકનાર કારચાલક શોહમ શ્યામ દેવલાની ( ઉ. 24 રહે. સહયોગ નગર, તિથલ ક્રોસ લેન, આવાબાઈ સ્કૂલની સામેની ગલી) ની ધરપકડ કરી પોલીસ ચોપડે ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે આરોપી શોહમ શ્યામ દેવલાની વલસાડ ના નાની ખત્રીવાડ માં આવેલ જગદિશ એમ્પોરિયમ નામની કપડાની દુકાન ના વેપારીનો પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આરોપી યુવાને દારૂના નશામાં કાર હંકારી હતી કે પછી સભાન અવસ્થામાં એ બાબતે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ ઘટના સ્થળે એકત્ર થયેલા લોકટોળા માં ચાલેલી એક ચર્ચા મુજબ આરોપી યુવાન કારમાંથી નીચે ઉતર્યો ત્યારે તે દારૂના નશામાં હોય તેવું લાગી રહ્યું હતું.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *