
ચોટીલા રાજકોટ હાઇવે પર આવેલ હોટલ ખુશ્બુ અને હોટલ યુપી બિહાર પંજાબી પર નાની મોલડી ગામ ખાતે આવેલ આ બંને હોટલો પર નાયબ કલેકટર એચ ટી મકવાણા પ્રાંત ચોટીલા અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી તપાસણી કરતા કરતા બંને હોટલ માંથી મોટા પ્રમાણમાં જવલનશીલ પદાર્થ મળી આવેલ બંને હોટલો માંથી ફૂલ મળીને જુદા જુદા પાંચ ટાંકાઓ મળી આવેલ છે

તેમજ એક ટેન્કર પણ મળી આવેલ છે કુલ મળીને 37,700 લીટર બાયોડીઝલ અને એક ટેન્કર એમ કુલ મળીને 39,71,200 (અંકે રૂપિયા ઓગણ ચાલીસ લાખ એકોતર હજાર બસ્સો નો મુદા બાલ કબ્જે કરી જપ્ત કરવામાં આવેલ છે સાથે સાથે તમામ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે રાખેલ બાયોડીઝલ પર પાકા બાંધકામ કરવામાં આવેલ હતા.

જે સ્ટ્રકચર જેસીબી ની મદદથી તોડી પાડવામાં આવેલા હતા .ખુશ્બુ હોટલમાં રસોડાના પ્લેટફોર્મ ને બે ટાંકા બનાવી અને આ બાયોડીઝલ રાખવામાં આવેલ હતો તેના પર રસોઈની કામગીરી કરવામાં આવતી હતી જે ખૂબ જ જોખમી પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી જેમાં આગ જેવી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા રહેલ હતી .સદર તમામ 5 ટાંકાઓમાંથી જવલનશીલ પદાર્થના નમુનાઓ લેવામાં આવેલ છે સદર હું ગેરકાયદેસર અનઅધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શક્યતા રહેલ હતી અને મોટા પ્રમાણમાં જાન હાનિ થવાના શક્યતા પણ રહેલ હતી

જેથી આ બંને હોટલોના માલિક જેમ કે યુપી બિહાર હોટલના માલિક જેઠુરભાઈ રામકુભાઇ ખાચર રહે ઠીકરીયાળી તાલુકો વાંકાનેર અને ખુશ્બુ હોટલના માલિક વિક્રમભાઈ જોરુભાઈ ધાધલ રહે ખેરડી તાલુકો ચોટીલા બંને ઇસમો સામે બંને હોટલ સીલ કરી આગળની કાયદેસરની કાર્યવાહીહાથ ધરેલ છે સદર કામગીરી દિવસે 4:00 વાગે ચાલુ કરેલ હતી અને મોડી રાત્રે સવારના 5:00 વાગ્યા સુધી ચાલેલ હતી
ચોટીલા થી અમિતકુમાર તુરખિયા..