આગામી રામ નવમીની પૂર્વ સંધ્યાએ વાપી બનશે રામમય : The Elites ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “રામ આયેંગે વાપી” કાર્યક્રમનું આયોજન

આગામી રામ નવમીની પૂર્વ સંધ્યાએ વાપી બનશે રામમય : The Elites ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામ રથયાત્રા, સંપૂર્ણ રામાયણ કથા-નાટક અને Ram Raatri Run સાથે “રામ આયેંગે વાપી” કાર્યક્રમનું આયોજન


વાપીવાસીઓ ભગવાન શ્રીરામ ના જીવનથી પરિચિત થાય સાથે જ નાના બાળકોમાં જોવા મળતી spactic cerebral palsy જેવી બીમારીઓ કે જેમાં બાળકને ફિઝિયોથેરેપીની ખાસ જરૂર વર્તાય છે. તેવા ગરીબ બાળકોને આ થેરેપીની સારવાર થી સાજા કરવા જરૂરી રકમનું ફંડ એકત્ર કરી શકાય તેવા ઉદેશ્ય સાથે The Elites ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામ રથયાત્રા, સંપૂર્ણ રામાયણ કથા-નાટક અને Ram Raatri Run સાથે “રામ આયેંગે વાપી” કાર્યક્રમનું આયોજન કર્યું છે. 5મી એપ્રિલે યોજાનાર આ ઇવેન્ટ અંગે સંસ્થાના સભ્યોએ એક પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી.


The Elites ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામ નવમી નિમિત્તે તા. 5 એપ્રિલ 2025 ના રોજ “રામ આયેંગે વાપી” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટના સંસ્થાપક ગિરીશ ખુબચંદાની એ માહિતી આપી હતી કે, કાર્યક્રમનો મુખ્ય હેતુ શ્રી રામના જીવન અને રામાયણના છ કાંડને જીવંત પ્રસ્તુત કરી, દરેક નાગરિક સુધી તેમની દિવ્ય વિચારધારા પહોંચાડવાનો છે.


આ પ્રસંગે રામાયણ આધારિત ટેબ્લો રથયાત્રા યોજાશે, જે ફ્રન્ટેજ પાર્કથી ભડકમોરા હનુમાન મંદિર, અને પછી વંદેમાતરમ ચોક, અંબામાતા સર્કલ, સી-ટાઇપ, હોટેલ દાન, મોરારજી સર્કલ થી અંબામાતા મંદિર સુધી જશે. આ યાત્રા દરમિયાન રામાયણના 6 કાંડનું જીવંત દ્રશ્ય રજૂ કરાશે, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ સમાન આ રથયાત્રા માં અંદાજીત અઢી હજારથી વધુ લોકો ઉપસ્થિત રહી યાત્રામાં જોડાશે.

સાંજે 5 : 30 વાગ્યે, R. K. Desai College Ground ખાતે દિલ્હીથી પધારનાર સાંસ્કૃતિક કલા સંગમ ટીમ દ્વારા “સંપૂર્ણ રામાયણ” નાટક રજૂ થશે. આ વિશિષ્ટ પ્રસ્તુતિ પ્રથમ વખત વાપીમાં યોજાઈ રહી છે, જે રામાયણના પાત્રો અને કથાને જીવંત બનાવશે.

રાત્રે 9 : 00 વાગ્યે, “રાત્રિ રન – 2” નાઇટ મેરેથોન યોજાશે, જેમાં 3 કિમી અને 5 કિમી દોડ રહેશે. આ મેરેથોન સેવા ભાવિ ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગથી આયોજિત કરવામાં આવી છે. જેમાં અંદાજીત 1000 જેટલા દોડવીરો ભાગે લેશે. ટ્રસ્ટના સંસ્થાપક જતીન મોનાનીએ વાપીની સ્વાસ્થ્ય-પ્રેમી જનતાને આ દોડમાં ભાગ લેવા આહ્વાન કર્યું છે.

આ ભવ્ય કાર્યક્રમના સફળ સંચાલન માટે ગિરીશ ખુબચંદાનીના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન જીગર પટેલ, સહ-ચેરમેન નરેન્દ્ર ભાનુશાલી અને ડૉ. અંકિતા ભટ્ટ સહિત સંપૂર્ણ એલિટ્સ ટીમ – વિરાજ શાહ, મયુર શાહ, લાખન સેન અને ટ્રસ્ટી વિનીત ઓઝા અથાક મહેનત કરી રહ્યા છે.

વાપીના દરેક શ્રદ્ધાળુઓ અને સંસ્કૃતિપ્રેમી નાગરિકો માટે આ કાર્યક્રમ એક અવિસ્મરણીય ક્ષણ હશે. સૌને આ ભવ્ય પ્રસંગમાં જોડાઈ શ્રી રામ ના આશીર્વાદ પ્રાપ્ત કરવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *