પડધરી પત્રકાર એસો.ના પ્રમુખ તરીકે જે.સી.ગોહેલની વરણી, ઉપપ્રમુખ તરીકે ધવલ પરમારની નિમણુંક

પ્રમુખ : જે.સી.ગોહેલ

પડધરી : પડધરી પત્રકાર એસોસિએશનના પ્રમુખ તરીકે જે.સી.ગોહેલ અને ઉપપ્રમુખ તરીકે ધવલ પરમારની વરણી કરવામાં આવી છે. બન્ને નવા હોદ્દેદારોએ પોતાની જવાબદારી સંભાળીને એસોસિએશનને મજબૂત બનાવવાનો નીર્ધાર કર્યો છે.

ઉપપ્રમુખ : ધવલ પરમાર

પડધરી પત્રકાર એસોસિએશન તાલુકામાં પત્રકારોના અધિકારીઓની સુરક્ષા માટે કાર્યરત છે. જેમાં વિવિધ અખબારો, ડિજિટલ મીડિયા સહિતના પ્લેટફોર્મમાં કાર્યરત 16 જેટલા પત્રકારો સભ્યપદ ધરાવે છે. આ એસોસિએશનના હોદ્દેદારોનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી નવા હોદ્દેદારોની વરણી માટે બેઠક મળી હતી. આ બેઠકમાં એસોસિએશનના પ્રમુખ તરીકે જે.સી.ગોહેલ અને ઉપપ્રમુખ તરીકે ધવલ પરમારની વરણી કરવામાં આવી છે.

આ બેઠક વેળાએ મનમોહનભાઈ બગડાઈ, ભૌમિક તળપદા, સતીશ વડગામાં, કૌશિક કોટક, મહેશભાઈ ચૌહાણ, યોગેશ ચાવડા, હિરેન કોટક, હિરેનભાઈ પુજારા, નદીમ સુમરા, ધવલ અમદાવાદી, ગૌરાંગ રાઠોડ, સિંધવ રવિરાજ, પુષ્પાબેન સિંધવ, જાબીરખાન બ્લોચ ઉપસ્થિત રહ્યા હતા.

નવનિયુક્ત પ્રમુખ જે.સી.ગોહેલ અને ઉપપ્રમુખ ધવલ પરમાર બન્ને વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે અને પ્રજાના પ્રશ્નને વાચા આપી રહ્યા છે. બન્ને આગેવાનો સામાજિક ક્ષેત્રે પણ ખૂબ નામના ધરાવે છે. આ બન્નેની વરણીને પગલે તાલુકાભરમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસવાનું શરૂ થયું છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *