
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વિર સિંહ સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી જતી. જે અનુસંધાને SOG PI એ. યુ. રોઝ તથા SOG પોલીસ સ્ટાફે બાતમી આધારે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચણોદના જનતા કોલોની ગ્રાઉન્ડ ફલોર ઉપર પોતાની રૂમમાં રહેતી મંગલાબેન નિરજભાઈ શ્રીવાસ્તવને ત્યાં રેઇડ કરી હતી.

રેઇડ દરમ્યાન આરોપી મહિલા ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી તેના મળતીયાઓ મારફતે આ ગાંજાના જથ્થામાંથી નાની પડીકીઓ બનાવી છુટકમાં વેચાણ કરતી હોય તેને ઝડપી પાડી હતી. જેમાં મહિલા આરોપીના રૂમમાંથી 10.080 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, ગાંજાના વેચાણના રોકડ નાણા રૂા. 29,050, અને તેના સાત મળતીયાઓ મળી આવેલ, જેથી તેઓના વિરૂધ્ધમાં NDPS 1985 ની કલમ 8(સી), 20(બી)(II)(B), 29 જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન) એકટ 2015 ની કલમ 78 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ રેઇડમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીઓમાં મંગલાબેન નિરજભાઈ શ્રીવાસ્તવ, બીપીનકુમાર સતેન્દર રાજવંશી, ઉદયકુમાર રામઆશિષ રાજવંશી, રાજકુમાર સુરજ રાજવંશી, ક્રિષ્ના ઉર્ફે કાલુ ચંદ્રકાન્ત ઉતેકર, મલ્લીકાઅર્જુન ઉર્ફે તમ્મા હનુમંતા કામળે અને બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોનો સમાવેશ થાય છે.
પકડાયેલ આરોપીઓના કબ્જામાંથી SOG પોલીસે 1 લાખ 800 રૂપિયાની કિંમતનો 10.080 કિલોગ્રામ ગાંજો, 58,000 રૂપિયાના 7 મોબાઈલ, 29,050 રૂપિયા રોકડા મળી કુલ 1,87,050 રૂપિયાના મુદ્દામાલ સાથે એક મહિલા અને તેના 7 મળતીયાઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ થી આલમ શેખ..