
વલસાડ જીલ્લાના ભિલાડમાં ACB ની ટીમે રેડ કરી હતી અને ભિલાડ માં ગુજરાત મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલા વન પેદાશ ના ચેકીંગ ચેક પોસ્ટ ના બીટ ગાર્ડ નરેશ ભોયા ને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.આરોપી બીટ ગાર્ડ નરેશ ભોયા એ ફરિયાદી પાસેથી રૂપિયા 7500 ની માંગી હતી લાંચ માંગી હતી.અંતે નક્કી થયા મુજબ 6300 રૂપિયા ની લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો હતો, ફરિયાદી મહારાષ્ટ્ર થી કાયદેસર ના પાસ સાથે ખેર ના લાકડા લાવી રહ્યા હતા..જ્યાં મહારાષ્ટ્ર માં થી ગુજરાત માં પ્રવેશતા મહારાષ્ટ્ર ના પાસ પર થી ગુજરાત ના પાસ બનાવવા ફાટેસ્ટ ચેક નાકા પર જતાં બીટ ગાર્ડે લાંચ ની માગ કરી હતી,

એક પાસ ની કાયદેસર ની ફી રૂપિયા 20 થાય તેમ છતાં આરોપીએ એક પાસ ના રૂપિયા 2500 માંગ્યા હતા.. આથી ફરિયાદીએ એસીબી નો સંપર્ક કર્યો હતો .અને આ લાંચિયા બીટગાર્ડને ઝડપવા એસીબી ની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું .જેમાં આ આરોપી બીટગાર્ડ ફરિયાદી પાસેથી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો..આમ ACB ના સપાટા થી જિલ્લા ના સરકારી બાબુઓમાં ફફળાટ વ્યાપી ગયો હતો.
વલસાડ થી આલમ શેખ..