
સંઘપ્રદેશ દમણમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે પ્રશાસન અને એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.

દમણના ડાભેલ તળાવ ખાતે એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા આજે વિવિધ કુદરતી આપત્તિઓ જેવી કે ચક્રવાત, પૂર, ગરમીના હિટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી તેની જીવંત પ્રેક્ટિસ કરાવવામાં આવી. મોકડ્રીલ દરમિયાન એન.ડી.આર.એફ. ના જવાનોએ તળાવમાં ડૂબતા એક વ્યક્તિને બચાવવાની પ્રેક્ટિકલ પ્રતિક્રિયા બતાવી.

મોકડ્રીલ દરમિયાન લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. એન.ડી.આર.એફ. ના જવાનોએ બેશુદ્ધ થયેલા વ્યક્તિને સી.પી.આર. આપવાની પદ્ધતિ પણ દર્શાવી. સ્થાનિક પ્રશાસનના સહયોગથી આ પ્રકારની મોકડ્રીલ દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે.
દમણમાં એન.ડી.આર.એફ. ની જીવંત બચાવ કામગીરી, દર ત્રણ વર્ષે યોજાતી સંયુક્ત મોકડ્રીલ.
દમણ થી આલમ શેખ..