દુનેઠા ડમ્પિંગ સાઇટ પર ફરી આગ, પ્રદૂષણ અને સ્વાસ્થ્ય માટે વધ્યું જોખમ

સંઘ પ્રદેશ દમણના દુનેઠા ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અહીં કચરાના ઢગમાં વારંવાર નાની મોટી આગ લાગવાની ઘટનાઓ બનતી રહી છે, જે સ્થાનિક રહેવાસીઓ માટે ચિંતાજનક બની છે.

સવારે પણ ડમ્પિંગ સાઇટ પર અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી ફેલાયા. આગની જાણ થતા દમણ ફાયર વિભાગની એક ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી.

છાસવારે લાગતી આ આગને કારણે વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે. આસપાસના રહેવાસીઓ માટે ધુમાડા અને દુર્ગંધને કારણે શ્વાસની સમસ્યા ઊભી થઈ રહી છે. જેના લીધે સ્થાનિક જનતા અને પર્યાવરણપ્રેમીઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.

હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું આ આગ કોઈ ટીખળખોર દ્વારા લગાવવામાં આવી રહી છે કે પછી જે એજન્સીને ડમ્પિંગ સાઇટ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે, તેના કર્મચારીઓ જ અગ્નિસ્ફોટ માટે જવાબદાર છે? આ મામલે જવાબદાર તંત્રએ તાત્કાલિક તપાસ શરૂ કરવી અને સતત બનતી આ ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં લેવા જોઈએ, તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે.

દમણ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *