
જિલ્લાના શહેરા તાલુકાના બાહી ચોકડી પાસે એક અકસ્માતની ઘટના બની હતી જેમાં મોડાસા તરફથી ઇન્દોર જવા નીકળેલી બટાકા ભરેલી ટ્રક એકા એક પલટી ખાઈ જતા બટાકા ભરેલી ગુનો રોડ પર પથરાઈ ગઈ હતી. જોકે આ અકસ્માતમાં ટ્રકનો જે ચાલક હતો. તેનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ચોકડી પાસે પસાર થતા હાલોલ સામળાજી હાઇવે માર્ગ પર મોડાસા તરફથી ઇન્દોર તરફ જવાની એક ટ્રક પલટી ગઈ હતી. આ ટ્રકમાં બટાકા ભરેલી ગુણો હતી. અકસ્માત થતા બટાકાની ગુણો રોડ પર વિખેરાઈ ગઈ હતી. ટ્રકની સ્ટેરીંગનો ગુટકો તૂટી જવાથી અકસ્માત થયો હોવાનુ ચાલકે જણાવ્યું હતું.અકસ્માતમાં કોઈ કોઈ જાનહાની નહીં થતા ડ્રાઇવરનો બચાવ
થયો હતો.
ગોધરા પંચમહાલ થી વિજયસિંહ સોલંકી..