
ગુજરાત પ્રદેશની પ્રખ્યાત Salute તિરંગા સંસ્થા દ્વારા 22 માર્ચ 2025, શનિવારના રોજ કારોબારી મિટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં માનનીય શિવકુમારજી, પ્રભારી શ્રીમાન ઉત્તમભાઈ પટેલ, તેમજ પ્રદેશ અધ્યક્ષ અંબાલાલજી, સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે રાષ્ટ્રીય તિલક સમારંભ યોજાયો, જેમાં નવ નિયુક્ત પદાધિકારીઓને નિયુક્તિ પત્ર અપાઈ, તેમજ સંગઠનની ભવિષ્યની દિશા અને કાર્યો અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ.

આ પ્રસંગે શિક્ષણવિદો, કાયદા ક્ષેત્રના નિષ્ણાતો, અને સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન આપનાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વિશિષ્ટ મહેમાન તરીકે એડવોકેટ પ્રતિભાબેન દેસાઈ હાજર રહ્યા અને પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું.

કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા શાસ્ત્રીય સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું.
Salute તિરંગા સંસ્થા દેશપ્રેમની વિચાધારાને મજબૂત બનાવે અને દેશની પ્રગતિ માટે કાર્યરત છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય સંગઠનો વચ્ચે સમન્વય લાવવાનો હતો.
ઉત્તમ મંડળના અધ્યક્ષશ્રીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું, જ્યારે રાષ્ટ્રીય મરાઠા મંડળના અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ સંબોધન કર્યું.
વલસાડ થી આલમ શેખ..