સાબરકાંઠા એલસીબીએ ઇડર તથા ખેડબ્રહમા શહેરમાથી  વાહન ચોરી કરનાર બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપ્યા

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમા બનેલ ફોરવ્હીલ વાહન ચોરીના ગુન્હાઓ મુજબ કોઈ અજાણ્યા ચોર ઇસમે મારૂતી કંપનીની સીલ્વર કલરની વેગેનાર કાર નંબર GJ-07-AG-3872 તથા મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની ઇક્કો કાર નંબર-GJ-31-A-6551 કિ.રૂ.૧,૮૦,૦૦૦/- મળી કુલ રૂ.૨.૨૦,૦૦૦/- મત્તાના ફોરવ્હીલ નંગ-ર ની ચોરી કરી લઇ ગયેલ હોય જે ગુન્હાઓના કામે સ્થળ વિઝીટ કરી તથા આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી વિડીયો ફુટેઝ ચકાસણી કરી ટેકનિકલ સર્વેલન્સ કરતા સુંદર ગુન્હાઓમાં ખાનગી બાતમીદારો રોકી શંકાસ્પદ ઇસમો ઉપર વોચ રાખી તથા આવા ગુન્હાઓના કામે અગાઉ પકડાયેલ આરોપીઓની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી તેમજ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા એકશન પ્લાન મુજબ સાબરકાંઠા જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોકત ટીમના માણસો સરકારી તથા ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઇડર હિંમતનગર હાઇવે રોડ વિરપુર બાયપાસ ત્રણ રસ્તા રોડ ઉપર આવતા પીએસઆઈ એસ.જે.ચાવડા બાતમીના આધારે ઇડર ટાઉન (શહેર) વિસ્તારમાથી ચોરી થયેલ મારૂતી કંપનીની સીલ્વર કલરની વેગેનાર કાર નં GJ-07-AG-3872 તથા મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની ઇક્કો કાર નંબર-GJ-31-A-6551 ની અલગ અલગ વાહન લઇ બે ઇસમો ઇડર થી હિંમતનગર થઇ અમદાવાદ વેચાણ કરવા જનાર છે.” જે બાતમી હકીકત આધારે વિરપુર બાયપાસ ત્રણ રસ્તા રોડ ઉપર સુંદર બન્ને વાહનોની વોચ તપાસમા હતા દરમ્યાન એક નંબર વગરની મારૂતી કંપનીની સીલ્વર કલરની વેગેનાર કાર તથા નંબર વગરની મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની ઇક્કો એમ બે અલગ અલગ વાહનો લઇ બે ઇસમો આવતા તેઓને રોકી વાહનોની માલીકી અંગે પુછતાછ કરતાં કોઇ સંતોષકારક હકિકત જણાવતા ન હોઈ તેઓને એલ.સી.બી. ઓફીસે લાવી વિશ્વાસમાં લઈ બન્ને ઇસમોને વારાફરથી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં બન્નેએ ભેગા મળી ઇડર શહેરમાથી આ બન્ને વાહનોની ચોરી કરેલાનુ તેમજ આ ઉપરાંત શીવરાત્રીના આજુબાજુ ખેડબ્રહ્મા ખાતે બન્ને ભેગા મળી એક સેન્ટ્રો ગાડી નંબર-GJ.17.C.6176 ની પણ ચોરી કરેલ હતી જે સેન્ટ્રો ગાડી રાજસ્થાન પાલી બજારમાં ભંગારવાળાને રૂ.૨૫,૦૦૦/- મા વેચાણ આપી દીધેલાનું જણાવતાં મળી આવેલ ઇકો તથા વેગનાર ગાડી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી બન્ને ઇસમોને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૩૫(૩)(૧) મુજબ અટક કરી પકડાયેલ આરોપીઓ (૧) ભગાભાઇ સ/ઓ ભોમાજી જસાજી પ્રજાપતિ (મારવાડી) ઉ.વ.૪૨ હાલ રહે. ઇડર બારેલા તળાવ તા.ઇડર જી.સાબરકાંઠા મુળ રહે.કુશાલપુરા તા રાયપુર જી,બ્યાવર રાજસ્થાન (૨) વિષ્ણુભાઇ સ/ઓ મોતીભાઈ ભોમાજી પ્રજાપતિ (મારવાડી) ઉ.વ.૨૬ હાલ રહે. ઇડર બારેલા તળાવ તા.ઇડર જી.સાબરકાંઠા મુળ રહે.કુશાલપુરા તા.રાથપુર જી.બ્યાવર રાજસ્થાન વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની તપાસ હાથધરી છે

સાબરકાંઠા ઇડર થી રાજ ચાવડા..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 2.5 / 5. Vote count: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *