
ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ચકલી દિવસની ઉજવણી ના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરા નગર ખાતે વન વિભાગ દ્વારા ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા . આ પ્રસંગે શહેરા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે નગરજનોને માળાનું વિતરણ કરવામાં આવ્યા હતા.પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ચકલીના માળાનૂ વિતરણ કરવાનો કાર્યક્રમ વનવિભાગ દ્રારા યોજવામાં આવ્યો હતો.20 માર્ચથી 31 માર્ચ સુધી વન વિભાગ દ્વારા ચકલી દિવસ ઉજવાઈ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડના હસ્તે વિતરણ નાગરિકોને કરવામાં આવ્યુ હતું.3000 જેટલા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. વન વિભાગના RFOરોહિત પટેલ તેમજ વન વિભાગના કર્મચારીઓ, શહેરા નાગરિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ગોધરા પંચમહાલ થી વિજયસિંહ સોલંકી..