
હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે. વિસ્તારમાથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨.૬૦૮ કિ.ગ્રામ કિ.રૂ.૨૬,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલએ જીલ્લમા યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનુ વેચાણ થતુ અટકાવવા “SAY NO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સના પદાર્થોનુ ખરીદ-વેચાણ કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સાબરકાંઠા એસ.ઓ.જી. પી.આઇ. ડી.સી.સાકરીયાને સુચના કરવામા આવેલ જે સુચના અન્વયે તા.૨૨/૦૩/૨૦૨૫ ના રોજ આ.હે.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્તસિંહ બ.નં-૩૯૫ એસ.ઓ.જી. સાબરકાંઠાને મળેલ ખાનગી બાતમી હકિક્ત અન્વયે માલીવાડા તા.હિંમતનગર જી. સાબરકાંઠા ખાતેથી રાજુભાઇ જીવાભાઇ વણઝારા રહે. માલીવાડા, તા. હિંમતનગર જી.સાબરકાંઠાને તેના કબજા ભોગવટાના મકાનમાથી માદક પદાર્થ ગાંજાના ૨.૬૦૮ કિ.ગ્રામ કિ.રૂ.૨૬,૦૮૦/-ના મુદ્દામાલ જથ્થા સાથે પકડી હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે.નાર્કોટીક્સ લગત ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે જેમા પોલીસ ઇન્સપેક્ટર ડી.સી.સાકરીયા તથા અ.હે.કોન્સ. ભાવિનકુમાર તથા અ.હે.કોન્સ.રમણભાઇ તથા આ.હે.કોન્સ. કિરીટસિંહ તથા આ.પો.કોન્સ. ભાવેશભાઇ તથા આ.પો.કોન્સ. જયરાજસિંહ તથા ડ્રા.હે.કોન્સ. દશરથભાઇ દ્વારા કામગીરી કરવામા આવેલ છે
સાબરકાંઠા હિંમતનગર થી રાજ ચાવડા..