
Malabar ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 35 વિદ્યાર્થીનીઓને આપી કુલ 2.88 લાખની શિષ્યવૃત્તિદેશ વિદેશમાં ગોલ્ડ અને ડાયમન્ડના અદ્યતન શૉ રૂમ ધરાવતા Malabar Gold & Diamonds નો શૉ-રૂમ વાપીમાં પણ આવેલ છે. આ શૉરૂમ ખાતે રવિવારે 23મી માર્ચે Scholarship વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, Malabar ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વલસાડ જિલ્લાના જાણીતા તબીબ અને પર્યાવરણ પ્રેમીના હસ્તે 35 વિદ્યાર્થીનીઓને કુલ 2.88 લાખની શિષ્યવૃત્તિ એનાયત કરાઈ હતી. આ Scholarship ધોરણ 10 અને ધોરણ 12માં સારા માર્ક્સ સાથે પાસ થયેલ ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓને આગળના અભ્યાસ માટે આપવામાં આવી હતી.વાપીમાં કોપરલી ચાર રસ્તા, ગાંધી સર્કલ સ્થિત Malabar ગોલ્ડ એન્ડ ડાયમંડસ શૉરૂમ ખાતે રવિવારે 23મી માર્ચે Scholarship વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે આ શૉરૂમ ના મેનેજર સુનિલ લીંબાચિયાએ જણાવ્યું હતું કે, માલાબાર ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ 2007 થી સામાજિક સેવા કાર્ય કરે છે. જેમાં જે વિદ્યાર્થીની ધોરણ 10 કે ધોરણ 12 માં સારા માર્કસ સાથે પાસ થયેલ છે. તેવી ગરીબ વિદ્યાર્થીનીઓને આગળના અભ્યાસ માટે સ્કોલરશીપ આપે છે. આ માટે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ના જે શોરૂમ જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં વિવિધ શાળામાં અભ્યાસ કરતી ગરીબ વિદ્યાર્થીનીઓને ધોરણ 10 અને 12 પછીના વધુ અભ્યાસ માટે સ્કોલરશીપ એનાયત કરી છે. જે અંતર્ગત વાપીમાં આવેલ માલાબાર શોરૂમ દ્વારા 35 વિદ્યાર્થીનીઓને કુલ ₹ 2,88,000 ની સ્કોલરશીપ આપી છે. જેમાં દરેક વિદ્યાર્થિનીને રૂપિયા 8 હજાર અને 10 હજારની શિષ્યવૃતિ આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, માલાબાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના જાણીતા તબીબ તેમજ પર્યાવરણ ક્ષેત્રે સુંદર કામગીરી કરનાર ગ્રીન હીરો તેમજ માલાબારના મેનેજર સહિતના અગ્રણીઓના હસ્તે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપના સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યાં હતા. જે શિષ્યવૃતિની રકમ મેળવી વિદ્યાર્થીનીઓના ચહેરા પર ખુશી છલકતી જોવા મળી હતી. કાર્યક્રમમાં Malabar શૉ-રૂમના સ્ટાફે ખૂબ જ સરસ આયોજન કર્યું હતું.
વલસાડ થી આલમ શેખ..