
શહેરાનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામા આવી હતી. ક્ષય રોગને લઈ લોકોમાં જાગૃતિ આવે અને તેની સારવાર લોકો સમયસર કરાવીને રોગ મુકત બને તેવા સંદેશા સાથે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી શહેરા આરોગ્ય વિભાગ દ્વારા કરવામા આવી હતી. જેના ભાગ રૂપે એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને રેલી શહેરા નગરના વિવિધ વિસ્તારોમા ફરી હતી.સમગ્ર વિશ્વમાં આજે ક્ષય દિવસની ઉજવણી કરવામા આવી રહી છે. ભારતદેશ તેમજ ગુજરાતમાં પણ ક્ષય રોગના દર્દીઓ છે. જોકે ક્ષય રોગ સપુર્ણ રીતે મટી શકે છે. બસ તેના માટે સાવચેતી અને યોગ્ય સારવારની જરૂર છે. લોકોમા ક્ષય ને લઈને જાગૃતિ આવે તે હેતુથી શહેરા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ શહેરાનગરમાં રેલી કાઢી હતી. આરોગ્યવિભાગના અધિકારીઓ કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા. અને રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. અને ક્ષયના પોસ્ટરો દ્વારા લોકોને સમજાવ્યા હતા. આરેલીમાં સરકારી હોસ્પીટલના તબીબી અધિકારી અશ્વિન રાઠોડ , તેમજ તાલુકા હેલ્થ ઓફીસર ભરતભાઈ ગઢવી સહિત અન્ય આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ ગોધરા થી વિજયસિંહ સોલંકી..