
ધરમપુર તાલુકાના આસુરા ગામ સ્થિત વાલોડ ફળિયા સ્કૂલમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટના અધ્યક્ષ પ્રમોદ સિંહના નેતૃત્વમાં આયોજિત આ વિતરણ કાર્યક્રમમાં આશરે 150થી વધુ વિદ્યાર્થીઓને લાભ મળ્યો.આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી સાથે ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા. સ્કૂલમાં અભ્યાસ કરતાં ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં પણ ટ્રસ્ટ તરફથી સહાયનું આશ્વાસન આપવામાં આવ્યું.कार्यક્રમ દરમિયાન ટ્રસ્ટના ઉપાધ્યક્ષ સુનીલ શર્મા, સંરક્ષક રાકેશ શર્મા, ઉમરગામના અધ્યક્ષ ધર્મેન્દ્ર સિંહ, પ્રતિક રાય, અભય સિંહ, રંજન શર્મા, શ્યામાધાર સિંહ, અભિજીત સિંહ અને શ્યામ સિંહ ઉપસ્થિત રહ્યા.ટ્રસ્ટના અધ્યક્ષ પ્રમોદ સિંહે જણાવ્યું કે ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણ અને આરોગ્ય સાથે જોડાયેલા સેવાકીય કાર્ય કરે છે, અને આવનારા સમયમાં પણ આવા સેવાકીય પ્રયાસો ચાલુ રહેશે.
ધરમપુર થી આલમ શેખ..