
સાબરકાંઠા જીલ્લા ઇન્ચાર્જ પોલીસવડા, એલ.સી.બી, એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસ સહિતની ટીમોએ તપાસ હાથધરી કેશ કલેક્શન એજન્સીના કર્મચારી પાસેથી આશરે ૧૫ લાખના થેલાની ચીલઝડપ કરીને બે બાઈક સવાર શખ્સો ફરારસાબરકાંઠા જીલ્લાના ઈડર શહેરમા ભરબપોરે ૧૫ લાખ રૂપિયાની ચીલઝડપની ઘટના બનતા આર.એન.એફ.આઈ કેસ કલેક્શન નામની એજન્સીના કર્મચારી પાસેથી આશરે ૧૫ લાખના થેલાની ચીલઝડપ કરીને બે બાઈક સવાર શખ્સો ફરાર થતા ચકચાર મચી ગઈ છે અને આ અંગે એલ.સી.બી, એસ.ઓ.જી અને ઈડર પોલીસ સહિતની ટીમો ફરાર બે બાઈક સવાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આ અંગે મળતી માહિતી મુજબ ઈડર શહેરમા આવેલ એ.યુ સ્મોલ ફાઈનાન્સની ટાયઅપ એજન્સી એટલેકે આર.એન.એફ. આઈ જે કેસ કલેક્શન એજન્સીનુ કામ કરે છે તે એજન્સીના કર્મચારી વિક્રમસિંહ જેઓ એ.યુ ફાઈનાન્સમાથી આશરે ૨૦ લાખ રૂપિયા કેસ લઈને નીકળ્યા હતા અને જેમાથી પાંચ લાખ રૂપિયા પંજાબ નેશનલ બેંકમાં ભરી તેઓ બાકીના ૧૫ લાખ રૂપિયા એચ.ડી.એફ.સી બેન્કમાં ભરવા જતા હતા ત્યારે બપોરના સમયે એજન્સીનો કર્મચારી ઈડર શહેરના ત્રિરંગા સર્કલ સુધી ચાલીને આવ્યા હતા ત્યારબાદ કર્મચારી આશરે ૧૫ લાખના થેલો લઈને રિક્ષામાં આગળની સાઈડ બેસીને તેઓ કે.એમ.પટેલ વિદ્યામંદિર નજીક પહોચતા બે શખ્સો બાઈક લઈને આવી ખાનગી કેસ કલેક્શન એજન્સીના કર્મચારી પાસે રહેલ આશરે ૧૫ લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા તે બાદ જે રિક્ષામા બેઠા હતા તે રિક્ષા લઈને ફરાર બાઈક સવારનો પીછો કર્યો હતો પરંતુ જોત જોતામા બાઈક સવાર રફુચક્કર થઈ ગયા હતા જ્યારે આ ૧૫ લાખની ચીલ ઝડપ મામલે

એજન્સીના કર્મચારીએ ઈડર પોલીસ સ્ટેશન પહોંચીને તમામ હકીકત જણાવતા ઈનચાર્જ જીલ્લા પોલીસ વડા સ્મિત ગોહિલ તેમજ એલ.સી.બી, એસ.ઓ.જી સહિતની તપાસ ટીમો તાબડતોબ ઈડર ખાતે દોડી આવી હતી અને ભોગ બનનાર એજન્સીના કર્મચારીની સઘન પૂછપરછ કરીને ફરાર બાઈક સવારોને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા હતાબાઈટ : સ્મિત ગોહીલ – ઇન્ચાર્જ જીલ્લા પોલીસવડા
સાબરકાંઠા ઈડર થી રાજ ચાવડા..