ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગરના આદેશ મુજ પંચ પ્રકલ્પ મુજબ સમાજમાં ગાય આધારિત ખેતીના સંદર્ભમાં જાગૃતતા આવે એ માટે વિદ્યાર્થીઓ ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજના આચાર્ય ડો.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી પીપળાતા ખાતે આજ રોજ પંચ પ્રકલ્પમાંથી ગૌ આધારિત પ્રકલ્પ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અત્યારે આધુનિક યુગમાં રાસાયણિક ખેતીના બદલે ગૌમૂત્ર અને ગાય-ગોબર પર આધારિત ખેતી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તેમજ ગાયનું ધાર્મિક શાસ્ત્રોમાં ,આયુર્વેદ શાસ્ત્રમાં અનેરુ મહત્વ છે, તેના પર પંચ પ્રકલ્પના કન્વીનર ડૉ.પ્રકાશભાઈ વિછીયાએ એક પાત્રીય અભિનય પ્રસ્તુત કરીને સમાજ જીવનમાં ગાયના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.તેઓની સાથે વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપી અભિનય ગીત દ્વારા ગાયનું મહત્વ ગામલોકોને સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પીપળાતા ગામના સરપંચ આશિષભાઈ પરમારે આ પ્રવૃત્તિને બિરદાવી આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડો.મહેન્દ્રકુમાર દવે,પંચ પ્રકલ્પના કો- ઓર્ડીનેટર પ્રા. રાવજીભાઈ સકસેના, ગાય આધારિત ખેતી પ્રકલ્પના કન્વીનર ડૉ. પ્રકાશભાઈ વિછીયા દ્વારા કરવામાં આવ્યું હતું.