શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી ગળે ટુંપો દીધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી એક મહિલાનો ગળે ટુંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. શહેરા પોલીસને પરિવારજનો દ્વારા જાણ કરવામા આવતા ઘટના સ્થળે પહોચી હતી. લાશને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. મહિલાની તાંત્રિક વિધીમા હત્યા કરવામા આવી હોવાની શંકાઓની પણ લોકચર્ચાઓ થઈ રહી છે. જોકે પોલીસ તપાસમા સત્ય બહાર આવશે.પોલીસ સુત્રો પાસે થી મળતી વિગતો અનુસાર ગોધરા તાલુકાના કુંડલા ગામની મહિલા રંજનબેન પટેલ ની લાશ શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી મળી આવી હતી. લાશ ગળે ટુપો દીધેલી અવસ્થામાં હતી. રજંનબેનના પતિ સહિતના પિયરપક્ષના પરિવારજનો પણ દોડી આવ્યા હતા, લાશ પાસેથી નાળિયેર અને કુલ મળી આવ્યા હતા.જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયુ હતુ. ઘટનાની જાણ થતા શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશને પોસ્ટ મોર્ટમ માટે શહેરા હોસ્પિટલ ખાતે લાવામા આવી હતી. આ મામલે પોલીસે પરિવારજનો ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ ગોધરા થી વિજયસિંહ સોલંકી.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *