ટ્રેનની ટક્કરે યુવતીનું કમકમાટીભર્યુ મોત, પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ

ગુજરાત માં અમરેલીના રાજુલાના ડુંગર જગાત નાકા ફાટક પાસે અજાણ્યી યુવતીનું ટ્રેન હડફેટે આવતા કરૂણ મોત નીપજ્યુ છે. યુવતી આકસ્મિક ટ્રેનની અડફેટે આવી હોવાની માહિતી મળી છે. હાલ તો પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે.રાજકોટથી પીપાવાવ જઈ રહેલી માલગાડીની અડફેટે આજે એક યુવતી આવી ગઈ હતી. ગુજરાત ના અમરેલીમાં રાજુલા નજીક બનેલી આ ઘટનામાં અજાણી યુવતીનું ટ્રેન અડફેટે મોત નીપજ્યુ છે.

આ ઘટનાની જાણ થતા આસપાસથી લોકોના ટોળા આવી પહોંચ્યા હતા.આ ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી અને 108ને પણ જાણ કરી હતી. હાલ તો રાજુલા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે. જ્યાં યુવતીના મૃતદેહને 108 મારફતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. યુવતીના મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યો છે.બીજીતરફ રાજુલા પોલીસ દ્વારા આ યુવતીની ઓળખ કરવાની પ્રયાસ હાથ ધરાયા છે. યુવતી ક્યાં રહેતી હતી તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.

અમરેલી રાજુલા થી વીરજી શિયાળ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *