નડિયાદ ના ખાડ વિસ્તારમા Nadiad Town police ની તવાઈ, આ રહ્યું બુટલેગરોનું લિસ્ટ..

Nadiad town police એ સાંજના સુમારે અચાનક શહેરના ખાડ વિસ્તારમાં બુટલેગરો પર તવાઈ બોલાવી છે. પોલીસ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવા નીકળી હતી, તે દરમિયાન એક બુટલેગરના ઘરમાંથી તો આકસ્મિક દારૂ અને બિયરની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ Nadiad ટાઉન પોલીસના પી.આઈ. એમ. બી. ભરવાડ પોતાના કાફલા સાથે આજે બપોરે 4 વાગ્યાના અરસામાં એકાએક અસામાજીક તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે ખાડ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રદીપ ઉર્ફે પપ્પુ ઉર્ફે ભોણાની ઘરે તપાસ કરી હતી.

જ્યાં આ નડિયાદ ના બુટલેગર પ્રદીપના ઘરે પોલીસને લાઈવ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂના ક્વાટર અને બિયરોના ટીન મળી આવ્યા હતા.

આ સિવાય રાહુલ ઉર્ફે બોડીગાર્ડના ઘરે પણ પોલીસની તપાસ ચાલુ છે. પોલીસ એમ.જી.વી.સી.એસ. અને મનપાની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી રહી છે.

આ બુટલેગરોના સ્થાનો પર તપાસ કરાઈ

1.મહીંન અમથા તળપદા 2.રાહુલ ઉર્ફે બોડીગાર્ડ લાલજીભાઈ તળપદા 3.ગોપાલ ઈશ્વરભાઈ તળપદા 4. પ્રદીપ ઉર્ફે પપ્પુ ઉર્ફે ભાણો બોડીગાર્ડ દિલીપભાઈ વાઘેલા 5.કમલેશ રાવજીભાઈ તળપડા 6.શકુબેન રમેશભાઈ તળપદા 7.જયંતી નવઘણભાઈ તળપદા 8.કંકુબેન ઈશ્વરભાઈ તળપડા 9.શારદાબેન હરીભાઈ તળપડા 10. સુરજબેન પંડીતભાઈ તળપદા 11.જળીબેન ઈન્દુભાઈ તળપદા

હાલ પોલીસ દ્વારા અસામાજીક તત્વોના વિસ્તાર ગણાતા ખાડમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. આ દરમિયાન પોલીસ અનેક બુટલેગરોના ત્યાં તપાસ કરશે. આ સાથે જ અત્રે હાલ પોલીસ પાંચેક ગાડીઓના કાફલા સાથે પહોંચી ગઈ છે.

ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *