
ઉંમરગામ: વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, ભાડાના ફ્લેટમાં રહેતા પતિ, પત્ની અને બે વર્ષના બાળકના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ અને તરત જ પોલીસે જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે ઉંમરગામ પોલીસ સાથે ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ પહેલા પોતાના માસૂમ બાળકની હત્યા કરી અને પછી પોતાનુ જીવન ટૂંકાવી લીધું.
હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિવારની આત્મહત્યાના કારણો અંગે તપાસ ચાલી રહી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર ગામને ગમગીન કરી દીધું છે.
ઉમરગામ થી આલમ શેખ..