પંચમહાલ ના શહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 194 કરોડના વિકાસ કામો વાળુ બજેટ સર્વાનુ મતે મંજુર કરાયું..

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. તાલુકા પંચાયતના પ્રમુખની આગેવાનીમાં મળેલી બેઠકમાં વિવિધ વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. જેમા તાલુકાના 194 કરોડનું અંદાજીત બજેટ રજુ કરવામાં આવ્યુ હતુ…જેમા સીસીરોડ, પેવર બ્લોક,એલઈડી પોલ,દુધઘર, સાર્વજનિક કુવાસહિતના કામો કરવામાં આવશે. સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયતના સભ્યો, સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભા પંચાયત હોલ ખાતા તાલુકા પંચાયતના પ્રમુખની આગવાનીમાં મળી હતી.

જેમાં 2024-25નુ બજેટ રજુ કરવામાં આવ્યુ હતું. જેમાં 15માં કેન્દ્રિય નાણા પંચ બેઝીક ગ્રાન્ટ અને ટાઈડ ગ્રાન્ટની ફાળવણી કરવામા આવી હતી.આ બજેટમાં વિવિધ કામો માટે બજેટ ફાળવામા આવ્યુ છે. જેમા સીસી રોડ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ,એલઈડી પોલ,ડેરી મકાનનું બાંધકામ, સામુહિક કુવાનુ કામ, પીપી યોજના,ચેકવોલ યોજના, સ્ટ્રોમ વોટર ડ્રેનજ, શૌચાલય, ગટરલાઈનનુ કામ, જાહેર શૌચાલયનું કામ સહિતના કામોને બહાલી આપવામા આવી છે. તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ, મામલતદાર ધર્મેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સહિત તાલુકા પંચાયતના સભ્યો વિપક્ષનેતા સહિત અધિકારીઓ હાજર રહયા હતા.

પંચમહાલ શહેરા થી વિજયસિંહ સોલંકી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *