
સંઘપ્રદેશ દમણમાં બસ સ્ટેન્ડના અભાવે મુસાફરોની હાલત દયનીય બની ગઈ છે. ગરમી, વરસાદ કે ઠંડી—કોઈપણ મોસમમાં મુસાફરોને છાંયો કે બેસવાની સગવડ પણ મળતી નથી. નાની દમણનું જૂનું બસ સ્ટેન્ડ ચાર વર્ષ પહેલા જર્જરીત સ્થિતિમાં હોવાથી તોડી પાડવામાં આવ્યું, પરંતુ આજદિન સુધી નવા બસ ડેપોનું નિર્માણ શરૂ થયું નથી.

પરિણામે, મુસાફરોને તડકામાં, વરસાદમાં અને ઠંડીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.” તડકામાં ઊભા રહેવું પડે છે. પાણી પીવાનું પણ નથી. શૌચાલયની કોઈ સગવડ નથી. અમને તાત્કાલિક સુવિધાઓ જોઈએ.”બસ ડેપો પર પીવાનું પાણી, શૌચાલય અને બેસવાની સુવિધાઓનો અભાવ હોવાથી મુસાફરો ખાસ કરીને મહિલાઓ, વયસ્કો અને વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગરમીમાં લોકો દુકાનોની છત નીચે આશરો લે છે. ” આ જગ્યાએ રોજનું ધંધો કરીએ છીએ, પણ અહીં મુસાફરો માટે કોઈ વ્યવસ્થા નથી. લોકો પાણી માંગવા આવે, પણ અમે બધાને આપી શકતા નથી.”સાંસદ ઉમેશ પટેલ દ્વારા સંસદ ભવનમાં નવા બસ સ્ટેન્ડ માટે રજૂઆત કરવામાં આવી, પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જવાબદાર તંત્ર નવા બસ સ્ટેન્ડની કામગીરી શરૂ કરે તે માટે મુસાફરો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

ત્યાં સુધી હંગામી ધોરણે છાંયાવાળું શેડ અને જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે નાની દમણના લોકો, એનજીઓ અને સેવાકીય સંસ્થાઓએ અપીલ કરી છે. મોટા મોટા પ્રોજેક્ટ્સ માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ જે પ્રાથમિક જરૂરિયાત છે, તેને પૂર્ણ કરવામાં ટાળટૂળ થઈ રહી છે. જો તંત્રએ તાત્કાલિક નિર્ણય ન લે, તો મુસાફરોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
દમણ થી આલમ શેખ..