
સંઘપ્રદેશ દમણ ના તમામ દરિયા કિનારે સાફ સફાઈ અભિયાન હાથ ધરવા ને લઈ પ્રદેશના દરિયા કિનારે પર્યટકો અને સ્થાનિક લોકો ની અવર જવર પર પ્રશાસને રોક લગાવ્યો છે. દમણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આરતી અગ્રવાલ દ્વારા એક આદેશ જારી કર્યો છે.

જે મુજબ શનિવાર તારીખ 29 માર્ચ 2025 ના રોજ દમણના તમામ દરિયા કિનારે વહેલી સવારે 6 કલાકથી મોડી સાંજ સુધી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સફાઈ અભિયાનમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે અને સફાઈ કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકે એ માટે તમામ દરિયા કિનારે પ્રદેશની મુલાકાતે આવતા પર્યટકો અને સ્થાનિક લોકોની અવર જવર પર સંપૂર્ણ પણે રોક લગાવામાં આવ્યો છે.

સાથે જે કોઈ પણ વ્યક્તિ જારી કરવામાં આવેલ આદેશનો ઉલ્લંઘન કરતા નજરે પડશે તેવા લોકો સામે કાયદાકીય પગલાં ભરી તેમને સજાને પાત્ર ઠેરવવામાં આવશે. ત્યારે વીક એન્ડમાં દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે. અને હાલમાં બાળકોનું વેકેશન પણ શરૂ થઈ ગયું હોઈ ત્યારે આ પ્રમાણે વીક એન્ડમાં જ દરિયા કિનારા ને લોકોની અવર જવર માટે બંધ કરી દેતાં પર્યટકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે.
દમણ થી આલમ શેખ..