
શહેરા, પંચમહાલ જિલ્લામાં ચેટીચંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી . સિંધી સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો ડીજેના તાલે જુમ્યા હતા. ભગવાન ઝૂલેલાલના જન્મદિવસ એવા ચેટીચાંદ પર્વની સમગ્ર જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

શહેરા નગરમાં પણ વર્ષોથી સિંધી સમાજ વેપાર ધંધા સાથે જોડાયેલો છે. શહેરા નગરના સિંધી કોલોનીમાં આવેલા ભગવાન ઝુલેલાલના મંદિર ખાતે સિંધી સમાજના લોકો દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. સિંધી ચોકડી ખાતે સૌ કોઈ સિંધી સમાજના ભાઈઓ બહેનો એકત્ર થયા હતા. અને સાથે મળીને એકબીજાને ચેટીચંદ પર્વની શુભકામના પાઠવી હતી સિંધી ગીતો પર સૌ કોઈ ઝૂમ્યા હતા અને હર્ષ ઉલ્લાસ સાથે ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.
પંચમહાલ ગોધરા થી વિજયસિંહ સોલંકી..