
વાપીમાં રવિવારે ઉપાસના સ્કૂલ ના હોલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈન્સ્ટોલેશન સેરેમની ભિલાડ, સરીગામ, ફણસામાં કાર્યરત જૈન સોશ્યલ ગ્રુપનો હતો. જે છેલ્લા 2 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહેલા JSGian Hitesh Shah દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. JSGian વિપુલ રાણાવત અને તેમની ટીમને આગામી 2 વર્ષના સુકાન સોંપવા માટે આયોજિત આ ઈન્સ્ટોલેશન સેરેમનીમાં પૂર્વ પ્રમુખ હિતેશ શાહ અને તેની ટીમે 2 વર્ષમાં કરેલા સેવાકીય કાર્યની અને ખર્ચની વિગતો આપી હતી. જેમના સેવાકીય કાર્યને ઉપસ્થિત તમામ JSG ગ્રુપના સભ્યોએ બિરદાવી હતી.

JSG (Jain Social Group) અંગે આ સંસ્થાના JSG international Federation ના જનરલ સેક્રેટરી મનીષ શાહે જણાવ્યું હતું કે, JSG-BSF (ભિલાડ, સરીગામ, ફણસા) ગુજરાત રિજીયનમાં આવે છે. જેમાં અગાઉના પ્રમુખ હિતેશ શાહનો બે વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ આજે નવા પ્રમુખ તરીકે વિપુલ રાણાવત નો શપથ વિધિ સમારોહ યોજાયો હતો. JSG સંસ્થા સેવાકીય કાર્ય અને મનોરંજન પ્રવૃતિઓ સાથે પારિવારિક સદ્દભાવનાને પ્રોત્સાહિત કરે છે.

જેમાં BSF દ્વારા જીવદયા ક્ષેત્રે ખાસ પ્રોજેકટ હાથ ધરી દર શનિવારે જીવદયાનું કાર્ય કરી મહત્વની સફળતા મેળવી છે. JSG international Federation ના એડમીન અને PRO ચિરાગ ચોકસીએ જણાવ્યું હતું કે, જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન ગ્રુપ છે. જે 11 દેશમાં 468 થી વધુ ગ્રુપમાં દોઢ લાખથી વધુ પરિવારોને જોડતી સંસ્થા છે. પરિવારને એક તાંતણે બાંધવાના ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા “જીવો અને જીવવા દો” ના ભગવાન મહાવીરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સંસ્થા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અને પારિવારિક મનોરંજનના કાર્યક્રમ યોજે છે.

11 રિજીયન ધરાવતી આ સંસ્થામાં ગુજરાત પણ એક રિજીયન છે. જેમાં 38 ગ્રુપ પૈકીનું એક ગ્રુપ એટલે JSG-BSF છે જે ખૂબ જ ઉમદા કાર્ય કરનાર ગ્રુપ છે.આ ઈન્સ્ટોલેશન સેરેમની કાર્યક્રમનું આયોજન કરનાર ભિલાડ, સરીગામ, ફણસામાં જૈન સોશ્યલ ગ્રુપના પ્રેસિડેન્ટ JSGian હિતેશ શાહ અને તેની ટીમે 2 વર્ષમાં કરેલા સેવાકીય કાર્યની વિગતો ઉપસ્થિત સભ્યો સમક્ષ રજુ કરી હતી. તેમજ ટીમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પરિવારોને મોમેન્ટો આપી બિરદાવ્યા હતાં. સેક્રેટરી ધનસુખ શાહ, ટ્રેઝરર નિર્ભય શાહ દ્વારા સંસ્થાના કાર્યની વિગતો આપી હતી. જેમાં વિવિધ રાજ્યમાં આવેલ મંદિરોનો ધાર્મિક પ્રવાસ, કેરળ ટૂર, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, દાન સ્વરૂપ શાળાઓમાં આપેલું યોગદાન, ભિલાડમાં અંહિંસા સર્કલનું પૂનઃનિર્માણ ટ્રેનમાં મુસાફરોને ચા-કોફી-બિસ્કિટ-પાણી, ફૂડ પેકેટસનું વિતરણ, સભ્યો માટે ક્વિઝ, ગાયન સ્પર્ધા, ઉનાળામાં ઠંડુ પાણી અને છાશ નું વિતરણ, ગૌ સેવા માટેના પ્રોજેક્ટ જેમાં રાત્રે ગાયનો અકસ્માત રોકવા ગૌમાતાને રેડિયમ પટ્ટી બાંધવાની, તપસ્વીઓની તપસ્યા દરમિયાન સન્માન અને ઉજવણી, મેડિકલ હેલ્પ જેવા વિવિધ સેવાના કાર્યો નો સમાવેશ થાય છે.
વાપી થી આલમ શેખ..