
આને કહેવાય સાચી મિત્રાંજલિ..
ભુજ: ભુજના મહાવીર નગરમાં રહેતા યુવાન જે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા અને પોતાની ચાલુ ફરજ દરમિયાન તેનું અકસ્માત સર્જાયું હતું. જેની જાણ થતા મહાવીર નગરના યુવાનો એકત્ર થયા હતા પરંતુ સ્વર્ગસ્થ પ્રવિણસિંહ ઘનશ્યામસિંહ સોઢાને બચાવી શકાયા નહીં. અને પરિવાર પર વજ્રઘાત થયો હતો.

મહાવીર નગર યુવક મંડળ દ્વારા અનોખી સેવાકીય કામગિરી કરવાનો નક્કી કરવામાં આવ્યું અને સતત દર વર્ષથી મિત્રને મિત્ર અંજલિ આપવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જે ભુજની સરકારી જે કે જનરલ હોસ્પિટલ અને જીવન જ્યોત હોસ્પિટલને રક્તદાન પહોંચાડવામાં આવે છે અને લોહીની ઉણપ ન સર્જાય તે માટે મહાવીર નગર યુવક મંડળ ના સભ્યો ઇમરજન્સીના સમયે ગમે ત્યારે રક્તદાન કરવા પણ તત્પર રહેતા હોય છે.

મિત્રની યાદમાં મિત્રને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો દાખલો મહાવીર નગર યુવક મંડળના સભ્યોએ સમાજમાં બેસાડયો છે.સ્વર્ગસ્થ પ્રવિણસિંહ સોઢાની સ્મૃતિમાં યોજાતી રક્તદાન શિબિર છેલ્લા દસ વર્ષથી દર વર્ષે પહેલી એપ્રિલના અચૂક યોજાતી હોય છે અને અત્યાર સુધીમાં લગભગ 1100 થી 1200 બોટલ રક્તદાન કરવામાં આવ્યું છે.

આજે 11મી રક્તદાન શિબિર ભુજ ખાતે આવેલા શક્તિધામ ખાતે અને માંડવીના દરશડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવી તાલુકાના દરસડી ખાતે 63 અને ભુજ ખાતે 53 રક્તની બોટલો મળી કુલ ૧૧૬ બોટલ રક્તદાન કરવામાં આવ્યા છે આ બંને સીબીરોમાં યુવાનો તેમજ મહિલાઓ પણ રક્તદાન માટે જોડાઈ હતી અને 116 બોટલ એટલે કે 34,800 સીસી રક્તદાન નોંધાયું હતું. ભુજ ખાતે યોજાયેલ રક્તદાન શિબિર ભુજ નગરપાલિકાના નગરસેવક મનુભા જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા, ગણપતસિંહ સોઢા સહિતનાઓએ પ્રાગટ્ય કરી મિત્રાંજલિ શિબિર ને ખુલ્લી મુકવામાં આવી હતી. 11મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મિત્રાંજલી રક્તદાન શિબિર ને સફળ બનાવવા માટે મહાવીર નગર યુવક મંડળ, પસ્તી ગ્રુપ, શ્રી શક્તિ રાજપુત સેવા સમાજ ટ્રસ્ટ, રાજપૂત કરણી સેના તેમજ ફ્રેન્ડ્સ ગ્રુપ દારાસ્રીના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
કચ્છ ભૂજ થી રોહિત પઢિયાર..