
વાપી નજીકના વલવાડા ગામ વિસ્તારમાં આવતા અને નાહુલી ફાટક નજીક ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલ છે. આ પાર્કમાં પેપર પ્રોડક્ટ અને એન્જીનીયરીંગના અનેક ઉદ્યોગો ધમધમે છે.

જેમાં એક ઉદ્યોગ Paper and Paper Product, Merchant Wholesalers , Pulp, Paper, and Paperboard Mills, Converted Paper Product Manufacturing આવેલ છે. જેનું ગંદુ પાણી નજીકમાં વરસાદી ગટરમાં છોડી દેવામા આવતું હોય ભર ઉનાળે આ વરસાદી પાણીની ગટર કાળા કડદાથી ભરાઈ ગઈ છે. Riddhi Print & Pack Pvt. Ltd. નામની આ કંપની Industrial and personal service paper, Paperboard mills Bags, plastic, laminated, and coated પ્રોડકટનું ઉત્પાદન કરે છે.

કંપનીના સંચાલકો મોટેભાગે મુંબઇ જ રહેતા હોય અહીં આ કંપનીનો કારભાર માત્ર કર્મચારીઓ સંચાલિત છે. જેના ફળ સ્વરૂપે છેલ્લા ઘણા સમયથી આ કંપનીનું ગંદુ કાળા રગડા જેવું પ્રવાહી કંપનીની પાછળના ભાગે વરસાદી ગટરમાં છોડી દેવામાં આવે છે. જે આસપાસના ભૂગર્ભજળ, પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે, આ મામલે સરીગામ અને વાપી GPCB ના અધિકારીઓ કાર્યવાહી કરે તે જરૂરી છે.
વાપી થી આલમ શેખ..