
સિલ્વાસા નરોલીના કાકડ ફળિયા વિસ્તારમાં 9 વર્ષના બાળકનું શંકાસ્પદ સંજોગોમાં મોત, મૃતદેહ કોંક્રિટ અને રેતીના સ્ટોરેજમાંથી મળ્યો, સિલ્વાસાના નરોલી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. કાકડ ફળિયા વિસ્તારમાં રહેતા 9 વર્ષના ભાવિક વિગ્નેશ પટેલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. તેમનો મૃતદેહ દિવ્યરાજ હોટલ સામે હિતેશભાઈના રેતી અને કોંક્રિટના સ્ટોરેજમાંથી મળી આવ્યો હતો.

કહેવાઈ રહ્યું છે કે આ સ્ટોરેજ 15 થી 20 ફૂટ ઊંચો હતો. ભાવિક સરકારી શાળામાં ભણતો હતો, અને આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને સનસનાટી ફેલાઈ ગઈ છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સ્ટોરેજની આસપાસ યોગ્ય બેરિકેડિંગ અથવા સુરક્ષા ગાર્ડ મુકાયો હોત, તો આ દુર્ઘટના ટાળી શકાય તેવું હતું. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠે છે કે ભાવિક ત્યાં કેવી રીતે પહોંચ્યો? શું આ એક દુર્ઘટના છે કે કોઈ શડયંત્ર?નરોલી પોલીસ ઘટનાની ગંભીરતા સાથે તપાસ કરી રહી છે.

બાળકે અચાનક સ્ટોરેજ પર ચઢીને પડવાનું શક્ય નથી, તો પછી આખરે તે ત્યાં કેવી રીતે પહોંચ્યો? પોલીસ તમામ આશંકાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે, અને તેના રિપોર્ટ બાદ વધુ વિગતો બહાર આવશે.

આ દુર્ઘટનાએ પરિવારજનો અને સ્થાનિકોને ઝંઝોળી મૂક્યા છે. લોકોનું કહેવું છે કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા ઊંચા સ્ટોરેજની આજુબાજુ પૂરતા સુરક્ષા ઉપાય કરવાના જોઈએ.હવે સમગ્ર વિસ્તારની નજર પોલીસની તપાસ પર છે. શું આ એક દુર્ઘટના હતી કે પછી કોઈ નકામી બેદરકારી કે શડયંત્ર? આ મામલાનો સંપૂર્ણ ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસે મેળવેલી વિગતો બાદ થશે.
સિલ્વાસા થી આલમ શેખ..