
દમણમાં મહાવીર જયંતિ નિમિત્તે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે દમણ કલેક્ટર કચેરીથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાલુકામાં આવેલા તમામ કતલખાનાઓને એક દિવસ માટે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

દમણ કલેકટર દ્વારા જાહેર સૂચના આપતા જણાવાયું કે, ગુરુવારે મહાવીર જયંતિના તહેવાર નિમિત્તે દમણ વિસ્તારમાં આવેલ ચિકન, મટન અને મચ્છી માર્કેટ સહિતના તમામ કતલખાનાઓ બંધ રાખવા ની સૂચના આપવામાં આવી છે.આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે કોઈ પણ ધર્મના ભાવનાઓને ઠેસ ન પોહચે અને શાંતિ જળવાઈ રહે એ હેતુથી આ પગલાં લેવામાં આવ્યું છે. જો આ નિયમનો ભંગ થશે તો સંબંધિત વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ આદેશ માત્ર ૧૦ એપ્રિલ માટે, એક દિવસ માટે અમલમાં રહેશે.
દમણ થી આલમ શેખ..