
સેલવાસ નગરપાલિકા દ્વારા જાહેર નોટિસથી સાવચેતી આપ્યા બાદ શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાહેર સ્થળો તથા રોડ ઉપર બનેલ ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવા માટે પાલિકા સક્રિય બની છે.

પાલિકા તરફથી અગાઉ જાહેર નોટિસ દ્વારા લોકોમાં આગાહી આપવામાં આવી હતી કે, જે સ્થળોએ ગેરકાયદેસર દબાણ કરાયેલું હશે તેને પોતે હટાવી દેવું, નહીં તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. છતાં કેટલાક વિસ્તારોમાં દબાણ હટાવાયાં નહોતા, જેને પગલે પાલિકા દ્વારા જગ્યા ખાલી કરાવવાનું મેગાધમ રૂપી દબાણ હટાવવાનું કામગીરી હાથ ધરવામાં આવી.

પાલિકા કર્મચારીઓ અને મશીનરીના સહયોગથી બજાર તેમજ અન્ય વિસ્તારોમાં થયેલા દબાણોને દૂર કરીને રસ્તાઓને ફરીથી સરળ બનાવી દેવામાં આવ્યા છે.
સેલવાસ થી આલમ શેખ..