
જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામ ખાતે રહેતામયુર્ધ્વજસિંહ જે જાડેજા એતારીખ 07. 4.25.બપોરે 2 વાગ્યે સાતોદડ SBI એટીએમ માંથી રોકડ રકમ ₹20,000 ઉપાડેલ બાદમાં ફરી 5000 રકમ ઉપાડતા 5000 એટીએમ મશીન માં ફસાઈ ગયા હતા સ્થાનિક બેંક કર્મચારીને રજૂઆત કરતા તેઓએ જણાવ્યું કે આપની રકમ 24 કલાક બાદ તમારા એકાઉન્ટમાં જમા થઈ જશેજ્યારે 48 કલાક વિત્યા બાદ ફરી મયુર્ધ્વજસિંહને બેંકની મુલાકાત લેતા બેન્ક કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબ ના મળતા મયુર્ધ્વજસિંહ સોશિયલ મીડિયામાં પોતાનો વિડીયો વાયરલ કરી પોતાની આ પ્રતિ ક્રિયા જણાવી હતી આવડી મોટી એસબીઆઇ બેન્કમાં પણ ઘણી મોટી બેદરકારી ચાલી રહી છે ત્યાંના સ્થાનિક એટીએમ મશીન રૂમમાં પણ રાત્રે લાઇટ પણ બંધ હોય છે કોઈ સ્થાનિક મહિલાઓને રાત્રે એટીએમ રૂમમાં જતા પણ ડર લાગે છે
લાઈટ બંધ હોવાના કારણે મહિલાઓ એટીએમમાં પૈસા ઉપાડવા પણ જતી નથી સ્થાનિક લોકોમાં એવું પણ જાણવા મળે છે કે રાત્રે એટીએમ મશીન જાણે કે ભગવાન ભરોસે ચાલતું હોય તેવી પરિસ્થિતિ છે કર્મચારીઓને અનેક વખત રજૂઆત કરતા તેઓ દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ તમારે થાય તે કરી લો એવા લોકોને જવાબ આપે છે તેવું લોકોમાંથી જાણવા મળ્યું છે.
જામકંડોરણા થી પ્રવિણ દોંગા..