
સેલવાસના આમલી વિસ્તારમાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા લાઈનમાંથી ગેસ લીકેજ થયો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ વિસ્તારમાં રસ્તાના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે .આ દરમિયાન જેસીબી થી થઇ રહેલા ખોદકામ વખતે નીચેથી પસાર થતી ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું .આથી પાઇપ લાઇનમાંથી સુસ્વાટા કરતી ગેસની છોડ ઉડી હતી. આ ગેસના સુસ્વાટાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ..જોકે ઘટનાની જાણ થતા જ સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ પાઇપલાઇન માંથી થતા ગેસ લીકેજ બંધ કર્યો હતો અને લાઈન રીપેર કરી હતી.સદનસીબે ગેસ લીકેજ થયો હોવા છતાં આગ નહીં લાગતા મોટી દુર્ઘટના ટળી હતી ..આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની નહી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો..
સેલવાસ થી આલમ શેખ..