વાપી GIDC દ્વારા રોડના અને વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલના કામમાં CETP ની લાઈનને નુકસાન પહોંચતા એફલયુએન્ટ વરસાદી નાળામાં વહેતુ થયું


વાપી GIDC માં આવેલ 100 શેડ એરિયામાં CETP નું એફલૂએન્ટ વરસાદી નાળામાં ઠલવાઇ રહ્યું છે. કરે કોઈ અને ભરે કોઈ કહેવત મુજબ આ વિસ્તારમાં થોડા સમય પહેલા વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન અન્ડરગ્રાઉન્ડ CETP ની લાઈનમાં ભંગાણ કર્યું હોય એ ભંગાણ મારફતે નીકળતું એફલયુએન્ટ નજીકમાંથી પસાર થતા વરસાદી લાઈનમાં ભળી રહ્યું છે.

આ ઉપરાંત વીજ વિભાગના કામ બાદ GIDC એ અહીં ડામર રોડનું કામ હાથ ધર્યું જેમાં રોડ કિનારે આવેલ CETP લાઈનની ચેમ્બર પણ તોડી નાખતા ચેમ્બરોમાં પણ મોટાપાયે માટી, ડામર જેવો કચરો ભરાઈ જતા લાઇન પણ ચોકઅપ જોવા મળી હતી. આ મામલે CETP સ્ટાફને જાણકારી મળતા તેઓએ આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

CETP ના સ્ટાફે વરસાદી લાઈનમાં ઠલવાઇ રહેલ એફલયુએન્ટ ના સેમ્પલ લીધા હતાં. તેમજ આસપાસની CETP ની ચેમ્બર ખોલી તેના સેમ્પલ લેવા સાથે નજીકની કંપનીમાંથી પણ સેમ્પલ લીધા હતાં. જો કે, દરેક એફલયુએન્ટ ના સેમ્પલ આધારે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ અને રોડ નિર્માણ કામગીરી દરમ્યાન CETP ની પાઇપલાઇનને તોડી નાખવામાં આવી હોય શકે છે. અને પાઇપલાઇન માં અન્ય કચરાનો ભરાવો થયો હોય એફલયુએન્ટ CETP લાઈનમાં જવાને બદલે સ્ટ્રોમ વૉટર ડ્રેઇન માં જઇ રહ્યું છે. જે પર્યાવરણ ને નુકસાન પહોંચાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં વરસાદી નાળામાં પણ બેસુમાર કચરો ભરાયો છે. જે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી અંગે પણ શંકા ઉપજાવે છે..

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *