લાયન સફારીમા ત્રણ સિંહ આવતા પ્રવાસીઓમા આકર્ષણનુ કેન્દ્ર સાતમાલીયા ડિયર પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓમા પણ ખુશીનો માહોલ

દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓને પ્રદેશના સુંદર દરિયાકિનારા ઐતિહાસિક સ્થળો અને લીલાછમ પ્રાકૃતિક લેન્ડસ્કેપ્સનો વૈભવી અનુભવ પ્રદાન કરીને ટોચનુ પર્યટક સ્થળ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે.આ ઉપરાંત પ્રદેશના જંગલો અને વન્યજીવો પણ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બનાવે છે જેમા 04ઓક્ટોબર 2002ના રોજ ઉદઘાટન કરવામા આવેલ લાયન સફારી વાસોણા એક અગ્રણીય સ્થળ છે.દર વર્ષે મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ સહીત હજારો પ્રવાસીઓ 20હેકટરમા ફેલાયેલી લાયન સફારીની મુલાકાત લે છે અને દાનહ દમણ દીવના કુદરતી સૌંદર્યનો અને સફારીમા રહેલા સિંહોના નજીકના નજારાનો અનુભવ મેળવે છે.

પ્રશાસક પ્રફુલભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વન વિભાગને વધુ બે સિંહો,એક નર અશોકા જેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામા આવેલ અને એક માદા મીરા જેને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાથી લાવવામા આવેલ છે.ચોમાસા સિવાય આખા વર્ષ દરમ્યાન પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામા આવે છે.મુલાકાતીઓને ખાસ સુરક્ષિત વાહનમા સફારીની સૈર કરાવવામા આવે છે જેથી સિંહોને કુદરતી વાતાવરણમા નજદીકથી નિહાળી શકે છે.

લાયન સફારીમા બાળકો માટે રમતગમતના સાધનો સ્થળ પર ઉપલબ્ધ છે એક સ્થાનિક વાતાવરણ વાળુ સ્વાગત કેન્દ્ર,પ્રતીક્ષા એરિયા,વોશરૂમ અને પૂરતી પાર્કિંગ જગ્યા પણ છે.આ ઉપરાંત મુલાકાતીઓને લાભ માટે કેશલેસ ટિકિટની સુવિધા પણ શરુ કરવામા આવી છે.

દાદરા નગર હવેલીના  દપાડા ગામે આવેલુ સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યુ છે. પાડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના એક લાખથી વધુ પ્રવાસી અહીં આવે છે.410 હેક્ટર વિસ્તારમા ફેલાયેલુ અભિયારણમા નીલગાય,ચોસિંગા,સાબર,ચિતલ જેવા 534 થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગા મસ્તી અને કિલ્લોલ કરતા નજરે પડે છે.જેને નિહાળવાની પ્રવાસીઓને પણ મઝા આવે છે.

દાદરા નગર હવેલી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *