દમણમાં રીંગણવાડા વિસ્તારમાં JCBથી ગેસ લાઈન તૂટતાં આગ ભભૂકી,  20 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ ઊઠી, JCB પણ આગની ચપેટમાં આવ્યું.

આજે સવારે દમણના રીંગણવાડા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી હતી. નવા રસ્તાના નિર્માણ દરમિયાન JCB મશીનથી ગેસ લાઈનમાં ભંગાણ પડ્યું હતું. આ દુર્ઘટનામાં ગેસ લાઈનમાંથી લીકેજ થતાં આગ ભભૂકી ઊઠી હતી. આગની જ્વાળાઓ 15થી 20 ફૂટ સુધી ઊંચે ઊઠી હતી અને JCB મશીન પણ આગની ચપેટમાં આવી ગયું હતું.

ગેસ લાઈનમાં ભંગાણ પડવાથી લાગેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રસ્તા ખોદકામ કરતી એજન્સીના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. આ પહેલા પણ પાણીની પાઈપલાઈન, કેબલ, ફાઈબર અને ગેસ લાઈનને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ બન્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને ગેસ લાઈનની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.

દમણ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *