
17મી એપ્રિલ 2025ના વાપી GIDC સ્થિત Manglam Drugs & Organic Ltd. ના Unit-1 ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના ફાઉન્ડેશન ડે નિમિતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં કંપનીના સંચાલકો, કામદારોએ ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું. આ પ્રસંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ સતીશ પટેલ, પૂર્વ VIA પ્રમુખ પ્રકાશ ભદ્રા, રોટરી કલબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ્સ, રોટરી સભ્યો અને મંગલમ ના પ્રેસિડેન્ટ કમલ વશી ના હસ્તે રક્તદાન કરનારા રક્તદાતાઓને સર્ટિફિકેટ્સ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા Manglam Drugs & Organic Ltd. ના પ્રેસિડેન્ટ કમલ વશીએ જણાવ્યું હતું કે, 17મી એપ્રિલ મંગલમ નો ફાઉન્ડેશન ડે છે. 1977 માં આ દિવસે કંપની શરૂ કરી હતી. જેના ઉપલક્ષ્યમાં છેલ્લા 12 વર્ષથી દર વર્ષે 17મી એપ્રિલે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન કેમ્પમાં VIA, રોટરી ક્લબ ઓફ વાપીનો પણ સતત સહયોગ મળી રહ્યો છે.

આ રક્તદાન કેમ્પમાં કંપનીના કામદારો સ્ટાફ ઉત્સાહભેર રક્તદાન કરે છે. આવા જ ઉત્સાહથી દર વર્ષે 100 યુનિટથી વધુ રક્ત એકત્ર કરી ઉનાળાની કાળજાળ ગરમીમાં પડતી રક્તની ઘટ નિવારવામાં મદદરૂપ થઈએ છીએ. ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝના કામદારો જ્યારે કોઈ બીમારીમાં કે અકસ્માતમાં હોસ્પિટલમાં દાખલ થાય છે. ત્યારે તેને પડતી રક્તની ઘટ નિવારી શકાય છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, મંગલમ કંપની છેલ્લા 12 વર્ષથી દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરી 100 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરે છે. જેમાં મંગલમ પરિવારના દરેક સભ્યો ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે. આ પહેલ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. સમાજ પ્રત્યેનું આ તેમનું ઉત્તરદાયિત્વ છે જે તેઓ નિભાવી રહ્યા છે. VIA સાથે જોડાયેલ અન્ય ઉદ્યોગો પણ આ પ્રકારની પહેલમાં હંમેશા આગળ પડતો ભાગ ભજવતા હોય વાપીમાં રક્તની ઘટ નિવારવામાં મદદરૂપ થતા આવ્યા છે.
વાપી થી આલમ શેખ..