
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગામ પંચાયત નજીકના બાયપાસ પર આવેલા નહેરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આ લાશ નહેરમાં તરતી હાલતમાં જોવા મળતાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસે અને ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઈ લાશને નહેરમાંથી બહાર કાઢી હતી. હાલ મૃતકની ઓળખ કરવાની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક અનુમાન મુજબ, લાશ નહેરમાં આગળથી વહેતી આવી હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે આસપાસના વિસ્તારમાંથી ગૂમ થયેલા વ્યક્તિઓની જાણકારી મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાને લઈને લોકોમાં ચકચાર ફેલાઈ છે અને જે સ્થળે લાશ મળી ત્યાં લોકો ટોળા એકઠા થઈ ગયા હતા. સરીગામ પોલીસ અને અન્ય જવાબદાર તંત્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આગળની કાર્યવાહી કરી રહ્યા છે.
ઉમરગામ થી આલમ શેખ..