
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ પાસે નેશનલ હાઇવે ખાતે જાફરાબાદ મામલતદાર લકુમની ટીમે ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાસ ડ્રાઇવ દરમિયાન બિનઅધિકૃત રીતે ચાલતા ૧૧ બેલના ટ્રેક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા.

મામલતદાર ટીમે ઓવરલોડ ટ્રેક્ટરોને રોકી, તેમની તપાસ કરી અને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી. આ કાર્યવાહીથી બેંકીંગ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ વાહનો ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પગલાંથી રસ્તા પરની સુરક્ષા વધારવા અને ગેરકાયદેસર પરિવહનને નિયંત્રિત કરવાનો હેતુ છે. મામલતદાર ટીમે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની ચીમકી આપી છે.
અમરેલી જાફરાબાદ થી વીરજી શિયાળ..