વલસાડ જિલ્લાના વાપી શહેરના MG રોડ ઉપર આવેલી એક ગેસ્ટ હાઉસના રૂમમાં છેલ્લા અઢી મહિનાથી રહેતા અને મેડિકલ ક્ષેત્રમાં નોકરી કરતા યુવકે 6 જુનથી 10 જૂન દરમ્યાન અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. 6 જૂન બાદ સાફ સફાઈ માટે કે દરવાજો ખોલ્યો ન હતો. રૂમ બહાર દુર્ગંધ આવતા હોટલ સંચાલકે રૂમનો દરવાજો તોડી ચેક કરતા ફાંસો ખાધેલી હાલતમાં યુવક મળી આવ્યો હતો. ઘટના અંગે વાપી ટાઉન પોલીસની ટીમને ઘટનાની જાણ કરતા વાપી ટાઉન પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપી શહેરના MG રોડ ઉપર આવેલી સહકાર ગેસ્ટ હાઉસના રૂમ ન. 401માં 28 માર્ચથી રહેતો સુરત ના ઉગતા ગામના 42 વર્ષીય નિલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ રૂમ ભાડે રાખી રહેતા હતા. ગત 6 જૂન બાદ નિલેશભાઈએ તેમના રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. રૂમ ક્લિનિંગ સ્ટાફ ને પણ રૂમ ખોલી આપ્યો ન હતો. સ્ટાફ અને હોટલકર્મીઓ નિલેશભાઈ આરામ કરતા હશે તેવું માની જતા રહેતા હતાં. 10મી જુનના રોજ નિલેશભાઈના રૂમ બહાર દુર્ગંધ આવતા હોટલના સ્ટાફે હોટલના મેનેજરને ઘટનાની જાણ કરી હતી. હોટલ મેનેજરે સ્ટાફના માણસો સાથે રૂમનો દરવાજો તોડી ચેક કરતા નિલેશભાઈ પટેલે પંખાના હુક સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવેલી હાલતમાં લાશ જોવા મળી હતી. ઘટના અંગે વાપી ટાઉન પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં વાપી ટાઉન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ