ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે NSS વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ ગોધરાની ટીમે વિદ્યાર્થીઓની હિમોગ્લોબિન, વજન જેવી તપાસ કરી વિદ્યાર્થીઓને બ્લડ ડોનેશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-20-at-7.38.56-PM-1024x768.jpeg)
ઇતિહાસ, માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી વગેરે વિષયના વિદ્યાર્થીઓ ઉપરાંત એનએસએસના વોલન્ટેરોએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી હતી. આ કેમ્પમાં કુલ 20 થી વધુ રક્તદાન યુનિટ એકત્ર થયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તેમજ બોટનીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, ડો. રૂપેશ.એન.નાકરે કર્યું હતું. સહકાર સંબંધિત માર્ગદર્શન ઇતિહાસ વિભાગના સુરેશ ચૌધરીએ આપ્યું હતું. માઇક્રો બાયોલોજી વિભાગના પીવી ધારાણી મેડમ, ઇકોનોમિક્સના જોગરાણા , સંસ્કૃત વિષયના ડો.આર.સી.વ્યાસ તેમજ સાયકોલોજીના ડો.કેતન. સાકલાએ હાજરી આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. ડો.એમ.બી પટેલ, પ્રિન્સિપલે સૌનો આભાર માની આ સુંદર કાર્યક્રમ બદલ એનએસએસ વિભાગને શુભેચ્છાઓ પાઠવી હતી.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ