ઉમરગામમાં રસ્તાની વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર નજરે ચઢ્યો…!

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગનાં રસ્તા પર ચાલતું વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર નજરે ચઢતાં જોઇ, ઉદ્યોગપતિઓ આશ્રર્ય પામ્યા હતાં.

આ અંગે તપાસ કરતાં એવી જાણકારી પ્રાપ્ત થયેલ કે, આ કામના સુપરવિઝન કરતાં વ્યક્તિઓ, બાળકોને રસ્તા પર પાણી છંટકાવનું કામ કરાવે છે…!જોકે, ગણગણાટ એવો પણ છે કે, જો બાળ મજૂર કોઈ ઔદ્યોગિક એકમોમાં મળે તો લેબર ઓફિસરો કાનુની કાર્યવાહી કરતાં જરા પણ અચકાતાં નથી. જ્યારે આ જ બાળ મજૂરો રસ્તા પર ખુલ્લેઆમ નજરે પડે ત્યારે આ જ લેબર ઓફિસરો ગાંધીજીનાં ત્રણ વાંદરાની ભુમિકામાં જોવાં મળે છે? તેવા સવાલોએ જોર પકડ્યું છે.હવે જોવું રહ્યું કે, આ ફોટોમાં દેખાતાં બાળ મજૂર સંદર્ભે લેબર ઓફિસરો ઠેકેદાર પર શું કાર્યવાહી કરશે?

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *