વિકાસના અભાવે વરસાદી પાણીનો ઘેરાવો, બાઇક ચાલકને ખાડો ન દેખાતાં જીવ ગુમાવ્યો
આજરોજ વરસી રહેલાં વરસાદે તંત્રની અનેક જગ્યાએ પોલ ઉગાડી કરી છે.ત્યારે વાપીના બલીઠા હાઇવે પર વરસાદી પાણી ભરાતાં રાહદારીઓથી લઇને વાહનચાલકો માટે આ માર્ગ આકસ્મિક સાબિત થયો છે.
છેલ્લા ઘણા દિવસથી વાપીમાં છૂટા છવાયા વરસાદ બાદ આજરોજ સવારથી જ વાપી તેમજઆસપાસના વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. અચાનક ભારે પવન સાથે આવેલા મુશળધાર વરસાદને પગલે વાપીના બલિઠા નજીક અમદાવાદ નેશનેલ હાઇવે પર અસંખ્ય પાણીનો ઘેરાવો થઇ જવા પામ્યો હતો. જેના પગલે અહીંયાથી પસાર થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીને સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે અહિંયા પાણી તો ઠીક પરંતુ પાણીમાં છુપાયેલા ખાડાઓથી પણ પણ વાહનચાલકોને ગભરાવવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન બલિઠા નજીક હાઇવે પર પાણી ભરાવવાના કારણે એક દંપતિ TVS બાઇક નંબર GJ15 AS 3448 લઇને પસાર થઇ રહ્યું હતું. તે દરમિયાન તેઓને પાણી રહેલાં ખાડોઓ પર નજર ન પડતાં તેઓ ખાડામાં પટકાયાં હતાં. જેથી પાછળથી આવતાં ડમ્મપર નંબર DD.01.N.9911 નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ સ્થળ પર દોડી આવી લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલે મોકલવામાં આવ્યાં હતાં . આ અકસ્માતના કારણે ટ્રાફિક જામ થતાં પોલીસે ટ્રાફિકને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ