લુણાવાડા વેદાંત સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની ખો ખો સ્પર્ધા યોજાઇ

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજરોજ જીલ્લા કક્ષાની બહેનોની ખો ખો ની સ્પર્ધા યોજાઇ હતી.સો પ્રથમ સ્પર્ધકોને મલેકપુર હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક કે.આર.મહેરાએ આશિષ વચનો આપી અને વેદાંત સ્કુલના વ્યાયામ શિક્ષક શેલૈષભાઈ તાવીયાડ દ્વારા રમત વિશે સવિશેષ માર્ગદર્શન આપીને રમતગમતની શરૂઆત કરવામાં આવેલ હતી.

જયારે જીલ્લામાંથી વિવિધ તાલુકાઓમાંથી આશરે 15 જેટલી ટીમો હાજર રહી અને સુંદર આયોજન કરવામાં આવેલ હતું.જયારે અંડર ફોરટીન બહેનોમાંથી સંતરામપુર તાલુકાની જાનવડ શાળાની ટીમ વિજેતા થય હતી.તેમજ અંડર સેવનટીનમા પણ સંતરામપુર તાલુકાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખેરવા વિજેતા બની હતી.અને અંડર નાયટીનમા પણ ખાનપુર તાલુકાની ટીમ વિજેતા બની હતી.જયારે પરીમલ હાઈસ્કૂલ રામપુર પાદેડી શાળાની 19 અંડર નાઈટીન ટીમ તૃતીય સ્થાન મેળવી અને વિજેતા જાહેર થઈ હતી.આમ આનંદ ઉલ્લાસ સાથે ખો ખો સ્પર્ધાનું સમાપન કરવામાં આવ્યું હતું.

મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *