
મહેમદાવાદ તાલુકાના ખંભાલી રાઠોડ ફળિયામાં રહેતા ભલાભાઈ મંગળભાઈ રાઠોડ (ઉ.વ. ૪૨) દ્વારા તા. ૨૦/૦૪/૨૦૨૫ના રોજ નડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, તા. ૧૯/૦૪/૨૦૨૫ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે ભલાભાઈ તેમની પત્ની સુધાબેન સાથે તેમની સાસરી કેરીયાવી ખાતે તેમની સાસુની વહુ રમીલાબેનની ખબર પૂછવા ગયા હતા.
આ દરમિયાન, તેમના સાળા અજુંભાઈ રાયસિંગભાઈ સોલંકીના ઘરે ગાદલા નીચે પાડવા દરવાજો ખોલતી વખતે આરોપી દિનેશભાઈ જેસંગભાઈ સોલંકીએ તેમને પૂછ્યું કે તેઓ ત્યાં કેમ આવ્યા અને લાકડી વડે હુમલો કર્યો, જેમાં ભલાભાઈના ડાબા હાથની કોણી પર ઈજા થઈ. આરોપી રીતેશભાઈ દિનેશભાઈ સોલંકીએ ગાળો બોલી ડાબા હાથના કાંડા પર લાકડીનો માર માર્યો. આરોપી જયંતીભાઈ લભુભાઈ સોલંકીએ જમણા હાથના કાંડા પર લાકડી વડે માર્યું, જ્યારે રામસિંગભાઈ સબુરભાઈ સોલંકીએ ભલાભાઈ અને તેમની પત્નીને ગળદા પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ ઘટનાનું કારણ ફરિયાદીના સાળાના પુત્ર હિતેનભાઈએ આરોપીની ભત્રીજી સાથે લગ્ન કરી લેવાની અદાવત હોવાનું જણાય છે. ઘટના બાદ ફરિયાદીએ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, મારામારી, ધમકી અને જાહેરનામાના ભંગના આરોપો હેઠળ તપાસ શરૂ કરી છે.
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..